દરેક વ્યક્તિ વિશિષ્ટ છે, કુદરતે આપલી શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરનાર વ્યક્તિ માનવમાંથી દેવ બની શકે છે.
નકારાત્મક્તા એ મૃત્યુ છે અને હકારાત્મકતા એ જીવન છે.
હકારાત્મક અભિગમ સાથે કાર્ય કરનાર વ્યક્તિને હંમેશા શ્રેષ્ઠ સફળતાઓ પ્રાપ્ત થતી હોય છે.
“હું શક્તિશાળી છું, હું મહાન છું, મારી પાસે અખૂટ આત્મવિશ્વાસ છે.” એવા ભાવ સાથે ચાલનાર માણસ હંમેશા ઉચ્ચ સ્તરે પોતાની જગ્યા પ્રાપ્ત કરે છે.
શ્રેષ્ઠ વિચારો ખૂબ મહત્વના છે. જો તેનો અમલ કરવામાં આવે તો.
માહિતી કે જ્ઞાનનો કોઇ અર્થ નથી. જો એને જીવન વ્યવહારમાં સમજણપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો એ સાચી કેળવણી છે.
હકારાત્મક અભિગમ, સખત પરિશ્રમ અને પરિણામ ઉપર વિશ્વાસ રાખનારને એની પસંદગીનું પરિણામ પ્રાપ્ત થાય છે.
દરેક વ્યવસાય કરનાર કરતાં શિક્ષક શ્રેષ્ઠ છે કેમકે એણે માનવઘડતરનું શ્રેષ્ઠ કામ કરવાની જવાબદારી સ્વીકારી છે.